બનાસકાંઠા- અંબાજીની સિવિલ હોસ્પિટલમાંથી રૂ. 1.14 લાખની ચોરી

Subham Bhatt
1 Min Read

અંબાજીની સિવિલ હોસ્પિટલમાંથી રૂ. 1.14 લાખની ચોરી, ઓક્સિજનના બે પ્લાન્ટ ઉપર સિક્યોરિટીના અભાવે કોપરપાઈપોની ચોરી થઈ. શક્તિપીઠ અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સિક્યુરીટીના અભાવે ઓક્સિજન પ્લાન્ટની રૂ.1.14 લાખનીકોપર પાઈપોની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ છે. અંબાજી કોટેજ હોસ્પિટલની બહાર ખુલ્લી જગ્યામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની પાઇપો મારફતે ઓક્સિજનનો સપ્લાય થાય છે.

From Banaskantha-Ambaji Civil Hospital Rs. 1.14 lakh stolen

અહીંના બે ઓક્સિજન પ્લાન્ટ પાસે સિક્યુરીટીના અભાવેઓક્સિજન પ્લાન્ટના સપ્લાયરની MGPS કોપર પાઇપો દીવાલ પર ફિટ કરેલી આશરે 45 મીટરની કિં.રૂ.40,000 મેની ફોલ્ડસ્ટેશન કિ. રૂ. 74,000 એમ કુલ અંદાજે 1,14,000 ની માલમત્તા તારીખ 7.4.2022 થી 5.5.2022 ના સમયગાળાદરમિયાન કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે અંબાજીમાં ચોરોનો તરખાટ દિવસે દિવસે વધવા પામ્યો છે

Share This Article