રાજકોટ- કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક

Subham Bhatt
2 Min Read

રાજકોટઃ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલાબારણેથી રવાના. આજરોજ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાનાર છે. તે પહેલા કોંગ્રેસનાં દિગ્ગજનેતાઓ સાથે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાતા અનેક તર્કવિતર્ક ઉઠયા છે. અને નરેશ પટેલ ટૂંકસમયમાં કોંગ્રેસ સાથે જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. જો કે હંમેશની માફક કોંગ્રેસનાં નેતાઓએ પણ આ એક ઔપચારિકમુલાકાત હોવાનું રટણ કર્યું હતું. જ્યારે નરેશ પટેલ તો બેઠક બાદ મીડિયાથી મોઢું છુપાવી પાછલા બારણેથી રવાના થઈ ગયાહતા. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગે લાંબા સમયથી અનેક અટકળો ચાલી રહી છે. જો કે નરેશપટેલ આ માટે તારીખ પે તારીખ આપી રહ્યા છે. અને મગનું નામ મરી પાડતા નથી. અને માત્ર વિવિધ પક્ષના નેતાઓ સાથે બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે ફરી એકવખત આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajkot: Closed door meeting of Congress leaders with Naresh Patel

નરેશ પટેલનાં ફાર્મ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના ધુરંધર નેતાઓ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ
જગદીશ ઠાકોર પૂર્વ કોંગ્રેસ પ્રમુખો અર્જુનભાઈ મોઢવાડીયા, અમિત ચાવડા સહિતનાં હાજર રહ્યા હતા. આ બેઠકને લઈને મોટીનવા – જૂનીના એંધાણની અને ખોડલધામ નરેશનાં કોંગ્રેસ પ્રવેશની વાતો પણ વહેતી થઈ હતી. જો કે હંમેશની માફક આવખતે પણ નરેશ પટેલ સહિત કોંગ્રેસનાં નેતાઓએ ઠંડુ પાણી રેડી દીધું હતું. અને આ મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હોવાનુંકોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું. જો કે નરેશ પટેલ મીડિયા સાથે વાત કર્યા વિના રવાના થઈ ગયા હતા. નરેશ પટેલને કોંગ્રેસમાંલાવવા માટે હાઇકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું નામ નહીં આપવાની શરતે કોંગી નેતાઓ પણ સ્વીકારી રહ્યાછે. ત્યારે હવે નરેશ પટેલ ક્યારે કોંગ્રેસનો ‘હાથ’ ઝાલશે તેનાં પર લોકો મીટ માંડી બેઠા છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરેકોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક પણ મળી રહી છે. જેમાં આગામી ચૂંટણીને લઈને મહત્વની રણનીતિ ઘડવામાં આવનાર છે.

Share This Article