સીતાફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ,પાચનતંત્રને મજબૂત કરવા જરૂરી

admin
1 Min Read

આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ બનવા લાગ્યા છે, જેથી લોકો ફ્રૂટ્સ તેમજ ગ્રીન વેજીટેબલસનું  સેવન વધારે માત્રામાં કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું ઘણું ફાયદાકારક સાબિત થાય છે. જોકે, માર્કેટમાં મળતા સીતાફળ વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. વિટામીનોથી ભરપૂર આ ફળ હેલ્થ માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે.

પાણીની ઊણપ, બીપીની તકલીફ અને હિમોગ્લોબીન વધારવા માટે સીતાફળ ઘણું લાભદાયી છે. સીતાફળમાંથી વિટામીન એ, આયર્ન, કેલ્શિયમ, અને પોટેશિયમ વધારે પ્રમાણમાં મળે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ હાર્ટ માટે સારું ગણવામાં આવે છે. મેગ્નેશ્યિમ પાણીની ઊણપને દૂર કરે છે. ફાઈબરથી શરીરનું બીપી નોર્મલ રહે છે. વિટામીન અને આયર્ન લોહીની ઊણપને ઓછી કરે છે અને હિમોગ્લોબીન વધારે છે.

ઉપરાંત સીતાફળનું કોપર અને ફાઈબર  કબજિયાતની તકલીફને મટાડે છે. અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે. આમ સીતાફળનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં રામબાણ ઈલાજ તરીકે કરવામાં આવે છે. આથી શરીરને સ્વસ્થ રાખવા માટે સીતાફળનું સેવન કરવું ફાયદાકારક છે.

Share This Article