જામનગરમાં વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા

admin
1 Min Read

જામનગરમાં સતત બે દિવસ વરસેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે પહેલું નોરતું વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેલૈયો માટે નિરાશાજનક રહ્યું હતું. જામનગરમાં મોટાભાગના પાર્ટી પ્લોટમાં વરસાદી પાણી ભરાયું છે.  નવરાત્રીમાં પ્રથમ નોરતે ભારે વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી જોવા મળ્યું છે. જામનગરમાં પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં પ્રથમ નોરતે 90 ટકા ગરબીઓ બંધ હાલતમાં જોવા મળી હતી. તો અમુક જગ્યાએ સ્ટેજ બાંધેલું હતું ત્યાં યુવતીઓ નવરાત્રી રમી હતી.ખાસ કરીને પાર્ટીપ્લોટમાં નવરાત્રીનું આયોજન કરનાર આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા છે. ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં પાણી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ છે. જામનગરમાં આદ્યશક્તિ,  સરગમ, સહિયર સહિતના ગરબીઓ બંધ હાલતમાં છે.

Share This Article