ઊંઝા ઉમિયા માંના મંદિરે ગરબાનું આયોજન

admin
1 Min Read

ગરબા કેપિટલના નામે દુનિયાભરમાં મશહૂર ગુજરાતમાં આજકાલ ગરબા નાઇટ્સની ધૂમ છે. રાજ્યના ખૂણે-ખૂણે મોડી સાત સુધી મોટી સંખ્યામાં લોકો ગરબા એન્જોય કરી રહ્યાં છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરાયુ છે. હાલમાં નવરાત્રીના પાવન પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપના ઊંઝાના મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલે ગરબો માથે મૂકીને મા આદ્યશક્તિની આરાધના કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ડો. આશાબેન પટેલે ઊંઝા વિસ્તારના ભાજપના સૌથી સક્રિય અને શિક્ષિત ધારાસભ્ય છે. આ ઉપરાંત તેઓ પોતાના વિસ્તારની મોટાભાગની સામાજિક,ધાર્મિક સંસ્થાઓના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહીને લોકોને આનંદ વધારતા હોય છે. આમ તેઓ તમામ ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં તેઓ અચૂક હાજરી આપે છે.

Share This Article