રાજકોટના ઉપલેટામાં ગોજરો અકસ્માત: પુત્રની નજર સામે પિતાએ દમ તોડ્યું, પુત્ર સારવાર હેઠળ

Subham Bhatt
1 Min Read
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક સાથે બે અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જ્યાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત થયું છે. જયારે અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત થયાની વિગતો સામે આવી છે. અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત પ્રથમ કિસ્સામાં ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલ પાસે ટ્રક અનેટ્રેક્ટર સામસામે અથડાતા ટ્રેકટરમાં સવાર નિલાખા ગામના પિતા-પુત્રમાંથી પિતાનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Gojro accident in Upleta, Rajkot: Father dies in front of son's eyes, son under treatment
અકસ્માતમાં નિલાખા ગામના પ્રવિણભાઈ મેતા નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેમના પુત્ર અમિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે અન્ય બનાવમાં ઉપલેટાના ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. ગણોદ ગામે થયેલ અકસ્માતમાં ડુમીયાણી ગામના માજી સરપંચના પતિ દિનેશભાઈ મકવાણાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઉપલેટામાં આ બન્ને કિસ્સામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Share This Article