સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના પોસ્ટર લાગતા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો

Subham Bhatt
1 Min Read

સુરતના જિલાણી બ્રિજ પર આજે ભાજપના પુર્વ મહિલા પ્રવક્તા નુપુર શર્માના ફોટા પર જૂતાની છાપ મારેલા પોસ્ટર મળી આવ્યા હતા. નૂપુર શર્માએ વિવાદીત ટીપ્પણી કરતા તેઓની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના પડઘા દેશ-વિદેશમાં જોવા મળ્યા હતા.ભાજપના તેજ મહિલા પ્રવક્તા નુપુર શર્માએ તાજેતરમાં એક ટીવીની ડિબેટમાં ધાર્મીક મામલે વિવાદીત ટીપ્પણી કરી હતી. જેને લઇને દેશ-વિદેશમાં વિરોધના સુર જોવા મળી રહ્યા છે. મામલાનો વિવાદ વકરતા ભાજપ દ્વારા તેઓને કાઢી મુકવામાં આવ્યા છે. અને તેઓએ પ્રાથમિક સભ્ય પદ પણ ગુમાવવું પડ્યું છે. જો કે, વિદેશોમાં હજી આ મામલે વિવાદ ચાલી રહ્યો છે

Nupur Sharma's poster on Jilani Bridge in Surat became a topic of discussion across the state
ત્યારે આજે સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માનું પોસ્ટર રસ્તા પર ચોંટાડેલું મળી આવ્યું હતું. રાંદેરથી કતારગામ તરફ જવાના રસ્તે શરૂઆતમાંજ અનેક પોસ્ટર રોડ પર ચોંડાયેલા જોવા મળે છે.આ પોસ્ટર પર જૂતાની છાપ મારવામાં આવી છે. અને પોસ્ટરમાં જ હથકડીનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. જેમાં નીચે અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે નુપુર શર્માની ધરપકડ કરો.આ પોસ્ટર હાલ શહેરભરમાં જ નહિ પરંતુ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.તો બીજી તરફ નુપુર શર્માને ભાજપમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મુંબઇ પોલીસે તેણીને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું

TAGGED:
Share This Article