શું હવે પેટ્રોલ-CNGની થશે હોમ ડિલિવરી?

admin
1 Min Read

કોરોના વાયરસના સંકટના કારણે હવે દરેક બિઝનેસનું ધ્યાન ઈ-કોમર્સ અને હોમ ડિલીવરી તરફ ગયું છે. ડીઝલની હોમ ડિલીવરી તો પહેલાથી જ થઈ રહી છે ત્યારે હવે સરકાર પેટ્રોલની હોમ ડિલીવરી અને સીએનજીની હોમ ડિલીવરી વિશે વિચાર કરી રહી છે.

આ અંગેની જાણકારી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે. મળતી માહિતી મુજબ, કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 25 માર્ચથી લાગુ કરાયેલા અને 30 જૂન સુધી લંબાવી દેવાયેલા દેશવ્યાપી લોકડાઉનના સંદર્ભમાં કેટલીક ચીજવસ્તુઓ તથા સેવાઓની હોમ ડિલિવરી માટે કેન્દ્ર સરકારે છૂટ આપી છે.

હવે સરકાર ગ્રાહકોની સુવિધા માટે પેટ્રોલ અને સીએનજી જેવા ઈંધણની પણ હોમ ડિલિવરી શરૂ કરવા વિચારે છે. આપને જણાવી દઈએ કે,  સરકાર પેટ્રોલિયમ વ્યવસાયના મૉડેલને પણ બદલવાનું વિચારી રહી છે. જેમાં એક જ સેન્ટર પર પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલએનજી અને એલપીજી ઉપલબ્ધ હશે.

હાલ પેટ્રોલ-ડીઝલ એક પંપ ઉપર અને સીએનજી માટે અલગ સેક્શન હોય છે. એલપીજી સિલિન્ડરની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એકદમ અલગ છે.. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં ડીઝલની હોમ ડિલિવરી સર્વિસની શરૂઆત કરી હતી. જ્યારે પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલિવરીના મુદ્દે એક્સપર્ટનું માનવું છે કે તે ખૂબ જ જ્વલનશીલ પદાર્થ હોય છે, માટે તેની હોમ ડિલિવરી સર્વિસ સેવા સુરક્ષિત નથી.

Share This Article