દ.આફ્રિકામાં ગુજરાતીઓ થઈ રહ્યા છે ટાર્ગેટ, વધુ એક લૂંટની ઘટનાનો વિડિયો આવ્યો સામે

admin
1 Min Read

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી સાથે લૂંટની ઘટના બની છે. જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં બનેલી લૂંટની ઘટનામાં જંબુસરના કાવીના રહેવાસી લૂંટનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ, દક્ષિણ આફ્રિકાના જનીનમાં મૂળ ગુજરાતના જંબુસરના કાવી ગામના રહેવાસી ગુજરાતીઓ સાથે લૂંટની બની છે. નીગ્રો લોકોના ટોળાએ ગુજરાતીઓને બંદૂકની અણીએ લૂંટી લીધા હોવાની ઘટનાને લઈ ચકચાર મચી છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિક પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, નીગ્રો જાતિના લોકો ગુજરાતીઓને કારમાંથી ઉતારીને જમીન પર પટકી દે છે અને બંદૂકની અણીએ તેમને લૂંટી લે છે.જોકે સદનસીબે આ લૂંટની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ પણ ભરૂચના રહેવાસી સાથે પણ લૂંટની ઘટના બની હતી. જ્યાં વેન્ડા શહેરમાં ભરુચના યુવકની કારનો પીછો કરી નીગ્રો યુવકોએ હવામાં ગોળીબાર કરી લૂંટી લીધો હતો. આ ઘટનાના પડઘાં નથી શમ્યા ત્યા વધુ એક ઘટનાના કારણે હાહાકાર મચી ગયો છે.

Share This Article