કોંગ્રેસના આ નેતાઓને સોનિયા ગાંધીને પત્ર લખવો પડ્યો મોંઘો

admin
1 Min Read

કોંગ્રેસમાં નેતૃત્વ બદલવા અંગે 23 નેતાઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે હવે બિહાર ચુંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગેને મહાસચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને કોગ્રેસ વર્કિંગ કમિટીનું પુનઃગઠન કર્યું.

પાર્ટીમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ સોનિયા ગાંધી માટે બનાવેલી સલાહકાર સમિતિમાં પણ ગુલામ નબીનો સમાવેશ કરાયો નથી. ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્મા ફક્ત વર્કિંગ કમિટીના સભ્ય તરીકે કાર્યરત રહેશે.

જ્યારે જિતીન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ફેરફારમાં કપિલ સિબ્બલનું પણ કદ ઘટ્યું છે. જોકે, ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલનું કદ વધ્યુ છે અને તેમને દિલ્હી-બિહારના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધી માટે બનાવવામાં આવેલ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share This Article