ગોગા બાપાના મંદિરમાં હવનનું આયોજન

admin
1 Min Read

ભારતીય ધાર્મિક સંસ્કુતિ માં પ્રાકૃતિક તત્વોની પૂજા નું અનેરું મહત્વ રહેલું છે.ત્યારે શ્રાવણ વદ પાંચમ ના દિવસને સમગ્રદેશમાં નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે અને નાગદેવતા ની પૂજા કરવામાં આવે છે.ત્યારે પાટણ ખાતે ઠેર ઠેર ગોગા મહારાજના મંદિરો માં હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના ત્રણ રસ્તા આવેલ ગોગા મહારાજના મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.તો.શહેર ના ૐ કોમ્પ્લેક્સ માં આવેલ ગોગા બાપા ના મંદિર ખાતે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તો હિંગળાચાચર ચોકમાં આવેલ ગોગા મહારાજના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી.ઉલેખનીય છે કે નાગપાંચમનો તહેવાર એ હિંન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભક્તો શીવ મંદિરમાં નાગ અને ભોળાશંભુની પુજા કરવા જતા હોય છે. લોક માન્યતા એવી છે કે આજના દિવસે ક્યાય નાગ દેખા દેતો નથી અને ભાગ્યે કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે. આજના દિવસે ભક્તો નાગ દેવતાને દુધ પીવડાવા માટે જાય છે.

Share This Article