મહેસાણા વોટરપાર્ક પાસેના એચ.ડી.એફ.સી બેન્કનું એટીએમમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. વોટરપાર્ક પાસેના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એટીએમ તોડીને કેશ લઈ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટન સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ બેંક અધિકારીઓએ કેટલી રકમની ચોરી થઇ તે વિષે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં સહારનપૂરમાં એક ATM મશીનમાંથી બે ગણ રૂપિયા નીકળવાની અજીબો ગરીબ મામલો સામે આવ્યો હતો. પરંતુ મેસેજમાં જેટલા રૂપિયા નીકળ્યા હતા તેના અડધા જ રકમની જાણકારી મળતી હતી. જંગલમાં આગની જેમ વાત ફેલાવવાના કારણે લોકોની લાઈનો લ્લાગી ગઈ હતી. આ ગડબડીની જાણકારી મળ્યા બાદ બેન્કે ATMની સેવાઓ બંધ કરી હતી અને લોકોને જે વધુ રૂપિયા મળ્યા છે તે પાછા આપવા વિનંતી કરી છે. તે બાદ આ બાબતની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -