મહેસાણામાં સતત વરસાદથી ભારે નુકશાન

admin
1 Min Read

મહેસાણામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. મોટાભાગની સ્કૂલો તથા લેજો વિદ્યાર્થીઓને રજા આપી છોડી દીદા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદને કારણે ગ્રામ્ય પંથકમાં કઠોળ તથા બાજરીને ભારે નુકશાન થયું હોવાની રાવ ઉઠી છે.જ્યારે ઊંઝામાં ત્રણ ઈંચ, બેચરાજીમાં અઢી ઈંચ, ખેરાલુમાં દોઢ ઈંચ, કડી-વિસનગરમાં ૧ ઈંચ સહિત જિલ્લાભરમાં ૧ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. મહેસાણા શહેરના લગભગ તમામ રસ્તાઓ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાઈ રહ્યું હતું. હજુ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદની હેલી જોવા મળી રહી છે. મોડે-મોડે આવ્યા બાદ મેઘરાજા જવાના સમયે મનુષ્યજીવને ભયમાં મુકી બેઠા છે. જ્યારે ખેડૂતોના મોટા ભાગનો પાક નુકશાનીમાં રહેતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મહેસાણામાં રવિવાર રાતથી સોમવાર આખો દિવસ વરસાદ વરસતો રહ્યો હતો. જેનાથી ગોપીનાળુ, ભમ્મરીયા નાળામાં પાણી ભરાઈ રહેતા શહેરની અંદર જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Share This Article