સમગ્ર રાજ્ય સહીત પાટણ શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવસ્ત થઇ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. ત્યારે શહેરના આનંદ સરોવર પાછળ આવેલ ચિત્રકૂટ નગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને નગરપાલિકા વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો તો નગરપાલિકાના સત્તાધીશો તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા ચિત્રકૂટ નગર સોસાયટીનો મુખ્ય દરવાજો તોડવા બાબતે કોર્પોરેટર મુકેશભાઈ પટેલ અને સોસાયટીના રહીશો વચ્ચે “તું તું મે મે“ થવા પામી હતી. પાટણ શહેર વિસ્તારના રહીશોએ બનાવની જાણ નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરને કરતા તેઓ તાત્કાલિક સોસાયટીમાં દોડી આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -