હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ દ્વારા પીએમ મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપતી ગેમ્સ યોજાઈ

admin
1 Min Read
માનનીય શ્રી વડા પ્રધાન મોદીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન અને સમર્થન આપવાની મહેચ્છા સાથે હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ. એ  અમદવાદની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ “બીએનઆઈ સિલિયન ગેમ્સ (“BNI Sicilian Games”)નું આયોજન કર્યું હતું. જેમાં 1800 સભ્યોના 31 ચેપ્ટર વચ્ચે કુલ 12 ગેમ રમાડવામાં આવી હતી. જેમાં સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રા. લિ.ના સ્થાપક શ્રી ગગન ગોસ્વામીએ કહ્યું, “આ સૌથી મોટી રમતગમતની પ્રવૃતિને આયોજિત કરીને અમે અમદવાદીઓને ફિટ અને તંદુરસ્ત રહેવાની પ્રેરણા આપી હતી. આ એક ગેમ્સ દ્વારા અમારો નાનકડો પ્રયાસ હતો ખાસ કરીને આ પાછળનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા પહેલને સમર્થન આપવાનો તેમજ લોકોને સ્પોર્ટ્સ પ્રત્યે એક્ટિવ રાખવાનો હતો. ” જો કે, હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ આ સિવાય અન્ય પ્રકારની સામાજીક સેવાઓ જેમ કે લોકોને ઠંડીથી બચવા માટે ધાબળા આપવા વગેરે જેવા કામો કરે છે.
Share This Article