સિદ્ધપુરમાં એક બાઈક સવારને લક્ઝરીએ ટક્કર મારતા બાઇક સવારનું માથું લક્ઝરી બસના પાછળના ટાયરમાં આવી છુંદાઈ જતાં સ્થળે જ મોત નીપજ્યું હતું. સિદ્ધપુરમાં નદી રોડ પરથી બિંદુસરોવર જવાના માર્ગે ગંગાવાડી પાસે સિદ્ધપુરના કોઠારીવાસમાં રહેતા નાનજીભાઈ ભલાજી પ્રજાપતિ ( ઉ.વ.55 ) આસપાસના બાઇક નંબર જીજે 5 ડી એચ 6947 લઇને નદી રોડ ઉપરથી બિંદુ સરોવર બાજુ જવા નીકળ્યા હતા તે દરમિયાન પાછળથી આવતી લક્ઝરી બસ નંબર જીજે 18 એક્ષ 2877 પાછળ શિવ જેવું કંઈક લખેલ બસના ચાલકે ટક્કર મારતા બાઇક સવાર નાનજીભાઈ ભલાજી પ્રજાપતિના માથા પરથી લક્ઝરીબસના પાછળના ટાયરો ફરી વળતાં માથું દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે સિદ્ધપુર પ્રાંત કચેરી દ્વારા બીલીયા ખેરાલુ રોડ ફોરલેન થતો હોય તે રોડ પરનો સમગ્ર ટ્રાફિક બિંદુ સરોવર થી લઈને બીલીયા કહોડા ડાઈવર્ઝન અપાયું છે સમગ્ર ટ્રાફિક સિદ્ધપુર શહેર અને બીલીયા કોહડાના મુખ્ય રસ્તા પરથી પસાર થાય છે જેથી સ્થાનિકોના આક્રોશ મુજબ આ રોડ પર છ કરતાં વધારે સ્કૂલ આવેલી હોય અહીં સતત બાળકો આવજા કરતાં હોય છે જેની આશંકા હતી તેવો જ બનાવ બનતા સિદ્ધપુર શહેરમાં ડાઇવર્ટ કરવામાં આવેલ ટ્રાફિકને યોગ્ય માર્ગ શોધવામાં આવે તો આવા બનાવો બનતા અટકાવી શકાય આ અંગે શાળાઓ તેમજ જાગૃત નાગરિકો તરફથી રજૂઆતો પણ કરવામાં આવી છે.
