હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે આજરોજ કારોબારી ની બેઠક કુલપતિ ડો અનિલ નાયક ના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં વિવિધ 29 જેટલા કામો રજુ કરવામાં આવ્યા હતા.જેમાં કોલેજો ના જોડાણો તેમજ યુનિવર્સીટીના વિવિધ હોલના ભાડા નક્કી કરવામાં આવ્યા હતા.આ ઉપરોંત ખાસ કરીને સિદ્ધપુરના સુજાણપુર બી.એડ કોલેજ નું જોડાણ બાબતે છેલ્લા ઘણા સમય થી વિવાદ ચાલતો હતો અને આ મુદ્દો કોર્ટ માં પહોંચ્યો હતો ત્યારે આજે મળેલ બેઠકમાં સુજાણપુર બી.એડ કોલેજ નું યુનિવર્સીટી સાથે નું જોડાણ કારોબારી દ્વારા ના મંજુર કરવામાં આવ્યું હતું.તો ભારત સરકાર દ્વારા કાશ્મીર માંથી કલમ 370 અને 35A રદ કરાતા યુનિવર્સીટી દ્વારા સરકારની કામગીરી ને બિરદાવી હતી.આ બેઠકમાં રજીસ્ટાર ડી.એમ.પટેલ, કારોબારી સભ્ય શૈલેષ પટેલ,સ્નેહલ પટેલ સહિત સભ્યો હાજર રહ્યા હતા
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -