મચ્છરોથી છૂટકારો મેળવવાના ઘરગથ્થુ ઉપાય

admin
1 Min Read

ચોમાસાની ઋતુમાં પાણી જમા થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છર કરડવાથી મલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ બીમારીઓને નોતરતા મચ્છરોથી બચવા માટે લોકો વિવધ પ્રકારના ક્રીમ, સ્પ્રે, મોસ્કિટો રિપેલન્ટ જેવી અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. મહત્વનું છે કે, ઘરગથ્થુ ઉપાયો કરીને પણ મચ્છરોથી છૂટકારો મેળવી શકીએ છીએ.

કેટલાક છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે અને તેને ઘરની બહાર ગાર્ડન, આંગણું તથા અગાશીમાં કૂંડામાં પણ વાવી શકીએ તેમ છે. જેમાં ધાર્મિક વિધિઓમાં વપરાતો તુલસીનો છોડ કે જેના ઔષધિય ગુણોનો કોઈ પાર નથી , તેની સુંગંધથી મચ્છર દૂર ભાગે છે. આ ઉપરાંત પોતાની કડવી સુગંધથી પ્રખ્યાત એવું લીમડાનું ઝાડ પણ મચ્છર, માખી અને અન્ય જીવોને દૂર ભગાડે છે. તેમજ મનમોહક સુગંધવાળું ગલગોટાનું ફુલ પણ મચ્છરોને દુર ભગાડે છે. તેની તીવ્ર ગંધથી મચ્છરો દૂર ભાગે છે.

Share This Article