સુરત-ટ્રાફિક પોલીસની દંડલૂંટ બંધ નહીં થાય તો રોડ ઉપર રામધૂનની ચીમકી

Subham Bhatt
2 Min Read

સુરતના વરાછાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર નાણાંઉઘરાવવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ ખોટી રીતે વાહન ચાલકોને રોકી,રંજાડી દંડ વસૂલી રહી હોવાથી પ્રજામાં ભારોભાર નારાજગી અને રોષ હોવાની રજૂઆત પણ તેમણે કરીછે. આ સાથે જ વરાછામાં ટ્રાફિક દંડ નહીં ઉઘરાવવાની માંગ સાથે કાનાણીએ સુરતના ટ્રાફિક DCPને પત્રલખ્યો છે. કુમાર કાનાણીનું મંત્રી પદ ગયું ત્યારથી તેઓ પ્રજાના પ્રશ્નોને લઇ વધુ આક્રમક રીતે જાહેરમાંઆવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં ટ્રાફિક અને પોલીસ દ્વારા દંડ વસૂલાત માટે કરાતી નાકાબંધીનો તેઓવિરોધ કરતાં આવ્યા છે. વાહન ચાલકોને ગુનેગારની જેમ ઘેરી લઇ કોઇ ને કોઇ બહાને પૈસા પડાવતાહોવાથી જ પોલીસ સાથે અવાર નવાર ઘર્ષણની ઘટનાઓ બનતી હોવાનું તેઓ અનેકવાર કહી ચૂક્યા છે. તાજેતરમાં કાનાણીએ વધુ એક વખત આ મુદ્દે પોલીસતંત્ર સામે બાંયો ચઢાવી છે.

If the Surat-Traffic Police fines are not stopped, Ramdhun will shine on the road

તેમણે દંડ વસૂલાતનાસ્થાને ટ્રાફિક નિયમન ઉપર ભાર મૂકવા, ટ્રાફિકજામ ન થાય એ માટે કામગીરીને પ્રાધાન્ય આપવાનીવાત તેમણે કરી છે. આ સાથે જ તેમણે ટ્રાફિક ડીસીપીને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કેજો વરાછામાં ટ્રાફિક દંડ લેવામાં આવશે તો હું સ્થળ પરજ રામધૂન કરી એ જ સ્થળે વિરોધ કરીશ. કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો છે કે વરાછા વિસ્તારમાં દંડ ઉઘરાવી ટ્રાફિક પોલીસ સેટિંગ કરે છે. ટ્રાફિકપોલીસ દ્વારા 4 હજારનો દંડનો ભય બતાવી 500 થી 1000 રૂપિયામાં પતાવટ કરવામાં આવે છે.તેમણે કહ્યુંકે મેં અગાઉ પણ દંડ નહીં ઉઘરાવવા જણાવ્યું હતું, ત્યારે દંડ ઉઘરાવવાનું બંધ થયું હતું. હવે પાછી ફરિયાદ આવી રહી છે, પણ  હવે વરાછામાં દંડ નહીં ઉઘરાવવા દઈએ.

Share This Article