વિશ્વની સૌથી મોટી કોડિંગ સ્પર્ધામાં IIT દિલ્હીના વિદ્યાર્થી જીત મેળવી

Subham Bhatt
1 Min Read

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)  દિલ્હીના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી કલશ ગુપ્તાને વૈશ્વિક કોડિંગ સ્પર્ધામાં TCS કોડવિટા, સીઝન 10નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે, આ સ્પર્ધામાં 87 દેશોમાંથી 1, 00000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

IIT Delhi students win the world's largest coding competition

CodeVita વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સ્પર્ધા તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું બિરુદ ધરાવે છે. આ સ્પર્ધાના પ્રથમ અને બીજા રનર અપ અનુક્રમે ચિલી અને તાઈવાનના હતા. કલશ ગુપ્તાને તેમની જીત બાદ, આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રંગન બેનર્જી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

IIT Delhi students win the world's largest coding competition

વિનર બન્યા બાદ કલશ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, “જ્યારે મેં હરીફાઈ સાથે શરૂઆત કરી, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ટોપ 3માં પણ આવીશ પરંતુ આ ખૂબ જ નમ્ર અનુભવ છે. હું ઈનામની રકમ વિશે ખૂબ જ ઉત્સાહિત છું. શરૂઆતમાં, મને વિશ્વાસ નહોતો, કારણ કે મેં પ્રથમ સમસ્યા હલ કરવામાં મારી અપેક્ષા કરતાં વધુ સમય લીધો હતો. પરંતુ જેમ જેમ હું આગળ વધતો ગયો, અન્ય કેટલીક સમસ્યાઓનું નિરાકરણ કર્યું તેમ, મેં મારા પ્રથમ સ્થાન માટે વધુ આત્મવિશ્વાસ મેળવ્યો, અને મને વિશ્વાસ હતો કે હું ટોચના 3માં આવીશ.

IIT Delhi students win the world's largest coding competition

CodeVita પ્રોગ્રામિંગને એક રમત તરીકે પ્રોત્સાહન આપે છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને તેમની કુશળતાને એકબીજા સામે મુકવા અને વાસ્તવિક જીવનના રસપ્રદ પડકારોને ઉકેલવા પ્રોત્સાહિત કરે છે.

Share This Article