ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી”ને કરમુક્ત કરતી રાજ્ય સરકાર

Subham Bhatt
1 Min Read

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે. તાજેતરમાજ ગુજરાતી ભાષમાં એક ફિલ્મ “નાયિકા દેવી” બની છે. ત્યારે ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી”ને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ બતાવવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.

State government exempting Gujarati film "Naika Devi"

આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.

State government exempting Gujarati film "Naika Devi"

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે.

Share This Article