ગુજરાત ન છોડવાની શરત સાથે જિજ્ઞેશ મેવાણીને મળ્યા જામીન

Subham Bhatt
2 Min Read

મહેસાણામાં વર્ષ 2017માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી. જે મામલે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા કોર્ટે ગત 5મી મેના રોજ 3 માસની સજા ફટકારી હતી. જો કે, આજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત અન્ય 6 લોકોને કોર્ટે ગુજરાતની હદ ન છોડવાની શરતે શરતી જામીન મંજૂર કર્યા છે. તેમજ  આ કેસના તમામ લોકોને કોર્ટમાં પાસપોર્ટ જમા કરવવાનો આદેશ કર્યો છે.

Jignesh Mewani granted bail on condition of not leaving Gujarat 

ઉલ્લેખનીય છે કે, મહેસાણા કોર્ટે રેલી યોજીને જાહેરનામા ભંગના કેસમાં ગત 05મી મેના રોજ જિજ્ઞેશ મેવાણી સહિત તમામ 10 લોકોને 3 માસની સજા અને રૂ. 1000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે આજે સેશન્સ કોર્ટે આ તામામ આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે. જેમાં જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ , કૌશિક પરમાર, સુબોધ પરમાર, અન્ય 6 આરોપીઓને ગુજરાતની હદ ન છોડવાની શરતી જામીન આપ્યાં છે.ગુજરાતની હદ ન છોડવાની શરતે જામીન આપ્યાં છે. તેમજ આ કેસના તમામ આરોપીઓએ પોતાનો પાસપોર્ટ પોલીસમાં જમા કરાવવો પડશે

Jignesh Mewani granted bail on condition of not leaving Gujarat

12 જુલાઈ, 2017ના રોજ ઉનાકાંડની પહેલી વરસી પર ધારાસભ્ય મેવાણી અને તેના 10 સહયોગીઓએ મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી “આઝાદી કૂચ”નું નેતૃત્વ કર્યું હતું. કનૈયા કુમાર અને રેશ્મા પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. જેને લઇને મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ગેરકાનૂની રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

Share This Article