અમરેલી-બાબરામાં પીકઅપ વાહનમાથી વિદેશી દારૂની 839 બોટલ ઝડપાઇ

admin
1 Min Read

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણના દુષણને ડામવા પોલીસે કમર કસી છે. ત્યારે પોલીસે ગઇકાલે બાબરામાથી પસાર થતા એક પીકઅપ વાહનને અટકાવી તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની 839 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 7.71 લાખનો મુદામાલ કબજે લીધો હતો. વાહનમાથી દારૂનો જથ્થો ઝડપાયાની આ ઘટના બાબરામા બની હતી.

સ્થાનિક પોલીસે અહીથી પસાર થતા પીકઅપ બેાલેરો વાહન નંબર જીજે 06 બીટી 5628ને અટકાવી તલાશી લીધી હતી. પોલીસને વાહનમાથી વિદેશી દારૂની 839 બોટલ કિમત રૂપિયા 71,315 મળી આવી હતી. પોલીસે જીવનરામ કિશનરામ વિશનોઇ અને રામચંદ શિવજીરામ જાંટ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 7.71 લાખનો મુદામાલ કબજે લીધો હતો. હેડ કોન્સ્ટેબલ એમ.વી.ચુડાસમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Share This Article