પંચમહાલ-કાલોલમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે લગ્નના વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે બે જૂથો વચ્ચેપથ્થરમારો થતા ઇજા. પંચમહાલના કાલોલમાં નજીવી બાબતે લગ્નના વરઘોડામાં બોલાચાલી થતાપથ્થરમારાની ઘટના બની હતી,જેને લઇને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પંચમહાલજિલ્લાના કાલોલ ખાતે ગઈકાલે મોડી સાંજે લગ્નનો વરઘોડો ડી.જે. સાથે નિકળી રહ્યો હતો ત્યારે નજીવીબાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ બન્ને જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો હતો જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમણે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

In Panchmahal-Kalol a stone-throwing between two groups over a trivial matter

કાલોલ પોલીસનેપથ્થરમારાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી પથ્થરમારાની પરિસ્થિતીને કાબુમાંલીધી હતી. સમગ્ર બાબતની જાણ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ને થતા ઘટના સ્થળે પહોંચી તપાસહાથ ધરી હતી કાલોલ પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરેલ છે પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પથ્થરમારામાં વર રાજાના પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Share This Article