રાજકોટ-ગોંડલમાં MPના શ્રમિકે 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા

Subham Bhatt
2 Min Read

ગુજરાત ભલે વિકાસની હરફાળ ભરતું હોય છતાં આજે પણ અહીં અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગૂલ રહે છે, ત્યારેઅંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ MPમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાંગુરુવારના રોજ ગોંડલથી બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી.ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાંઆવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાંઆવી હતી, જેને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્યપ્રદેશના વતની એવો પરિવાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં રહે છે.

In Rajkot-Gondal, MP's worker dammed a 2-month-old sick girl instead of giving her medicine

ત્યારે પોતાની બાળકીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથીશ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય એ માટે પેટના ભાગે ત્રણજેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાનજાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી કરશે. નોંધનીય છે કે આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલાલોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે અને ડામ આપવાથીતેમનાં માંદાં બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રાચે છે, પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે, જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.

Share This Article