સુરત- પુણા વિસ્તારમાં હીરા કારખાનેદારને લૂંટી લેનાર એક ઈસમ ઝડપાયો

Subham Bhatt
2 Min Read

પુણા વિસ્તારમાં હીરા કારખાનેદારને લૂંટી લેનાર ત્રીપુટી પેકી વધુ એક આરોપીને એસઓજી પોલીસે પકડી લીધો હતો.હીરાવેપારીને ચપ્પુ મારી 47 હજાર ની લુંટ ચલાવી હતી. સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગીતાનગરમાં ગત ૩ જી મેના રોજહીરાના કારખાનેદાર ઉપર ચાકુના ઘા ઝિંકી રોકડ અને હીરા મળી રૂા . ૪૭,૦૦૦ ની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા એકઆરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી તેની કબજો પુણા પોલીસને સોંપ્યો હતો . પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબમોર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચલાળા ગામના વતની અને હાલમાં સુરતમાં સારોલી ગામ સણિયા રોડ પર આવેલન્યુ સારોલી નગરીમાં રહેતા વિજયભાઇ અરજણભાઇ મોર પુણા ગીતાનગરમાં હીરાનું કારખાનું ધરાવે છે . તેઓ ગત ૩ જી મેના રોજ પોતાના કારખાનામાં એકલાં બેઠાં હતા .

Surat: An ISM was caught robbing a diamond manufacturer in Pune area

તે વખતે ગ્રાહકના સ્વાંગમાં આવેલાં ત્રણ લૂંટારુઓએ તેમને ચાકુના ઘા ઝિંકી રૂા .૪૫,૦૦૦ રોકડા તથા રૂા . ૨૦૦૦ ના હીરાની લૂંટ કરી રિક્ષામાં ફરાર થઇ ગયા હતા . આ બનાવ અંગે હીરાના કારખાનેદારવિજયભાઇએ મોરે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . આ લૂંટના ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગત ૧૪ મી મેનારોજ કાપોદ્રા – ઉત્રાણ બ્રિજ નીચે પાળા પાસેથી એક આરોપી કાનજી ઉર્ફે કાના ગણપત પરમારને ઝડપી પાડયો હતો . જ્યારેઆ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપી કરણ નકાભાઇ વણજરને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે પી.પી. સવાણી હોસ્પિટલના પાર્કિંગમાંથી ઝડપી પાડી તેનો કબજો પૂણા પોલીસને સોંપ્યો હતો

Share This Article