વલસાડના છીપવાડ ગરનાળા ની ઘટના

admin
1 Min Read

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું હતું. હજુ પણ વરસાદ પડવાની આગહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બનતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો હાલમાં વલસાડના એક ક્રેન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વલસાડના છીપવાડ ગરનાળા નજીક આ ઘટના બની છે. બ્રેક ફાઈલ થતા ક્રેન બકાબુ બની હતી અને રોડની સાઈડમાં રહેલા પાનના ગલ્લામાં ઘુસી ગઈ હતી. બેકાબુ બન્યા બાદ ક્રેને બે વાહનોને અડફેટે પણ લીધા હતા. અને ક્રેનમાં રહેલા ડ્રાઈવરનો આસપાસ રહેલા લોકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ક્રેન માલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને કેવી રીતે આ ઘટના બની તેની સમગ્ર રીતે નોંધ લીધી હતી. તો આ બનાવમાં કોઈને ઈજા થઇ નથી પરંતુ એક પાનનો ગલ્લો ચલાવતા વ્યક્તિની લારીને નુકસાન પહોંચ્યું છે.

Share This Article