ભારત બાદ અમેરિકા પણ ચીન પર કરી શકે છે ડિજિટલ સ્ટ્રાઈક

admin
2 Min Read

ભારત પછી હવે અમેરિકા પણ કોઇ પણ સમયે ચીની એપ ટિક ટૉક પર પ્રતિબંધ મૂકી શકે છે. અમેરિાકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ ચીની એપ ટિક ટૉક પર બેન કરવાની તૈયારી કરી રહી છે. આ માટે તેણે તમામ વિકલ્પો પર વિચાર કરી લીધો છે. અગાઉ પણ ટ્રમ્પે એવો સંકેત કર્યો હતો કે ચીની એપ ટીકટૉક પર બેન લાદવામાં આવશે. અમારું વહીવટી તંત્ર આ દિશામાં કામ કરી રહ્યું છે. ટીકટૉકનું મૂલ્યાંકન થઇ રહ્યું છે.

 

(File Pic)

આ એપ હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સેન્સરશીપના મુદ્દે મહત્ત્વની બની રહી હતી. અમે એના પર બૅન લાદવાની તૈયારી કરી રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપનું કહેવું છે કે અમે ટિકટોક પર નજર રાખી રહ્યા છીએ. અને અમે તેને જલ્દી જ બેન કરી દઇશું. આ મામલે શું કંઇ બીજું પણ થઇ શકે છે કે કેમ તે મામલે પણ તમામ વિકલ્પો પર અમે નજરે રાખી રહ્યા છીએ.

(File Pic)

મહત્વનું છે કે, કોરોનાના પ્રકોપ બાદથી ડોનાલ્ડ ટ્રંપ ચીનથી ખૂબ જ નારાજ છે. આપને જણાવી દઇએ કે ચીનથી જોડાયેલી કંપનીઓ પર ભારત સરકાર પહેલા જ ડિજિટલ સ્ટ્રાઇક કરી ચૂકી છે. ભારતે ગત સપ્તાહે જ ચીનના 47 વધુ એપને બેન કર્યા હતા. આ પહેલા ભારત સરકાર ચીનના 59 એપને બેન કરી ચૂકી છે. જેમાં ટિક ટોક પણ સામેલ છે. આ પછી આ બેનમાં ક્લોનિંગ વાળા એપ્સને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ એપ્સ પર યુઝર્સના ડેટાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી શરૂ કરી હતી.

Share This Article