ભારત-સતત બીજા દિવસે ઈંધણના ભાવમાં વધારો

admin
2 Min Read

મોંઘવારીમાં પીસાતી જનતાને પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવથી આંચકો મળતો રહે છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 35 પૈસા જ્યારે ડીઝલમાં લિટરે પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો ઝીંક્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલના 103. 84 રૂપિયા થયો હતો જ્યારે ડીઝલના લિટરના 92.47 રૂપિયા પહોંચ્યો છે. સતત પાંચમા દિવસે પણ પેટ્રોલ-ડીઝલમાં ભાવવાધારો ઝીંકાયો હતો. ગત ફેબ્રુઆરી પછી આવું પ્રથમવાર ભાવવધારો સળંગ પાંચ દિવસ સુધી વધતો રહ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સતત 12 દિવસ સુધી ઈંધણની કિંમતમાં વધારો થયાનો રેકોર્ડ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં એકવાર ફરીથી વધારો ઝીંકાયો છે. ક્રૂડના ભાવ 82 ડોલરને પાર પહોંચતા ઈંધણના ભાવમાં વધારો થયો છે.

ચાલુ મહિનામાં એક દિવસ છોડીને રોજ ડીઝલ મોંઘું થયું છે. પેટ્રોલ કરતાં ડીઝવ વધુ મોંઘું થયું છે. આટલા દિવસોમાં બે રૂપિયા 60 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે પેટ્રોલમાં આ મહિનામાં 2.20 રૂપિયા લિટર મોંઘં થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. તેની અસર ભારતીય બજારો પર પડી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બજારોમાં વધી રહ્યા છે. અમેરિકામાં 7 વર્ષમાં પેટ્રોલ સૌથી મોંઘુ છે. વર્ષ 2014 પછી, અમેરિકામાં એક ગેલન પેટ્રોલની કિંમત વધીને 5 ડોલરની નજીક પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં રાહત મળવાની કોઇ આશા નથી. કારણ કે, ભારત અને ચીન જેવા મોટા દેશોમાંથી માંગ અકબંધ છે. તે જ સમયે, પુરવઠો એટલો વધતો નથી. ઓપેક દેશોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ધીમે ધીમે વધારવાની વાત કરી છે.

Share This Article