સ્વદેશી ભારત બાયોટેકની રસીના પરિણામો જાહેર

admin
1 Min Read

ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વેક્સીન એડમિનિસ્ટ્રેશનની તૈયારીઓ રાજ્યમાં ચાલી રહી છે. સંક્રમણની શક્યતા જેમને વધુ છે તેવા લોકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે. વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર વેક્સિનેશનનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે.

ત્યારે આ બધાની વચ્ચે ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના રસી ‘કોવાકસીન’ ની ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કાના પરિણામો બહાર આવ્યા છે. આ પરિણામથી લોકો તેમજ કંપનીને રાહત મળી છે.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલના પહેલા તબક્કામાં, રસીએ શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી હતી અને આ સમયગાળા દરમિયાન કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી ન હતી. કંપનીએ કહ્યું કે પહેલા તબક્કાના રસીકરણ પછી કોઈ ગંભીર સમસ્યાઓ નહોતી અને જેઓ દવા વગર લેવામાં આવ્યા હતા. જ્યાં ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું ત્યાં જ દુ:ખાવો શરૂમાં હતો પરંતુ પછીથી તે ઠીક થઈ ગયો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારને જે કંપનીની કોરોનાની રસીની ઇમરજન્સી ઉપયોગ માટે આવેદન કરવામાં છે તે કંપનીમાં ફાઈજર, સીરમની સાથે કોવાકિસન પણ સામેલ છે.

Share This Article