જામનગર : કલેક્ટર કચેરીમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

admin
1 Min Read

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની મહિલાએ સોમવારે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લાલપુર તાલુકાની એક મહિલા જમીન પ્રકરણના વિવાદના કેસને લઇને જામનગરની કલેકટર કચેરીએ પહોચી હતી પરંતુ કેસનો નિકાલ ન આવતા તેણીએ કલેકટર કચરીએ દવાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત સમાચાર મુજબ, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના પુષ્પાબેન મૂછડીયા ઉવર્ષ 56 નામના મહિલા આજે રોજ જમીન પ્રકરણના કેસને લઇને કલેકટર કચેરીએ પહોચ્યા હતા તેનો નિકાલ ન આવતા તેઓએ કચેરીએ જ દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે તેમને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.

Share This Article