જામનગર : સ્મશાનયાત્રા કાઢી મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો

admin
1 Min Read

જામનગરના બર્ધન ચોકમાં શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ગેસના બાટલા તેલના ડબ્બા અને બાઈક ની સ્મશાન યાત્રા કાઢી વધતી જતી મોંઘવારી નો અનોખો વિરોધ દર્શાવ્યો. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઈ ખફી સહિતના કોંગ્રેસના આગેવાનોએ બર્ધન ચોક થી માંડવી ટાવર સુધી સ્મશાનયાત્રા કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી, મંદી સહિતના મુદ્દાઓને લઈને દસ દિવસ સુધી અનોખા કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે

ત્યારે આજરોજ જામનગર શહેરના માંડવી ટાવર પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એકઠા થઈને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આગેવાનો અને પોલીસ વચ્ચે ભારે રકઝક થઈ હતી ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેલના ડબ્બા ગેસના બાટલા અને બાઈકની નનામી કાઢીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને જો સરકાર મોંઘવારીને કાબુમાં નહીં લા અને દરેક વસ્તુમાં ભાવ ઘટાડો નહી થાય તો આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવું ધારાસભ્ય વિક્રમભાઈ માડમ એ જણાવ્યું હતું.

Share This Article