જુનાગઢમાં પરિક્રમા પુર્ણ થતા સફાઇ અભિયાન શરુ

admin
1 Min Read

જૂનાગઢ ગીરનાર પરિક્રમા પૂર્ણ થતા ભવનાથ તલેટી રોપવે કંપની ઉષા બ્રેકો દ્વારા સાધુ સંતો,  પદાધિકારી કલેકટર, તેમજ મીડિયાની હાજરીમાં સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જ્યા સ્વચ્છતા ત્યા પ્રભુતા આ એટલે કે જ્યા સ્વછ્તા છે ત્યા પ્રભુનો વાસ છે અને ગીરનાર પર્વતમાં તો અનેક દેવી  દેવતાઓનો વાસ રહેલો છે, ત્યારે પ્રભુના આગણામા જે પરિક્રમા યોજાય છે. તેમા અનેક માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. ત્યારે ગિરનારના જંગલમા અનેક પ્રકારનો કચરો થવા પામ્યો હતો.  ત્યારે ગિરનાર રોપ વેની કામગીરી કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા પરિક્રમા પૂર્ણ થતા  સાધુ સંતો, પદાધિકારી કલેકટર અને મીડિયાની હાજરીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયું હતું અને રોપવેની કામગીરીની સમીક્ષા કરી હતી.  કાર્યક્રમમાં ઉષા બ્રેકોના અધિકારી પવાર અને નેગી સાથે કંપનીના વર્કર્સ વગેરે સફાઈમાં જોડાયા હતા, તો ગિરનાર પરિક્રમા માર્ગ પરથી અનેક ગણો ઘન કચરો અને અન્ય કચરાની સફાઈ કરી એકઠો કરવામાં આવ્યો હતો. સફાઇ અભિયાન દ્વારા આ જનતાને સ્વચ્છતા ત્યા પ્રભુતાનો સંદેશો પાઠવવામા આવ્યો હતો.

Share This Article