જુનાગઢ- જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩.૧૫ કરોડનાં વિકાસ કામો હાથ ધરાશે

admin
2 Min Read

જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩.૧૫ કરોડનાં વિકાસ કામો હાથ ધરાશે, પંચાયતી રાજ દિવસે જૂનાગઢ જિલ્લાને રૂા. ૧૩.૧૫ કરોડનાં કામોની ભેટ આપી છે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા અને મંત્રીશ્રી દેવાભાઇ માલમની ઊપસ્થિતીમાં સેંદરડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમા ૧૩.૧૫ કરોડના કામો ની ભેટ આપી હતી વંથલી તાલુકાનાં સેંદરડા ગામે પંચાયતી રાજ દિવસની ઊજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો માટે રૂા. ૧૩.૧૫ કરોડનાં વિકાસકામોની ભેટ આપવામાં આવી છે.જે પૈકી રૂ.૧૧.૫૦ કરોડના કામો મનરેગા યોજના અંતર્ગત નિર્માણ કરાશે.   ગ્રામ વિસ્તારોની જરૂરીયાત મુજબ ૩૧ પંચાયતો, ૧૦૭ આંગણવાડી, ૯ શાળામાં રમત ગમતનાં પટાંગણ, ૧૭ ચેકડેમ, અને ૨૦૪ કેટલશેડનું ખાતમુહુર્ત કરાયુ હતુ. ઊપરાંત જિલ્લાની ૧૮ ગ્રામપંચાયતોને મોડલ ઈ-ગ્રામ સેન્ટર માટે કોમ્પ્યુટર સેટ,પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્સ મશીન થમ્બ રીડર, વેબ કેમેરા,  સહિતનાં સાધનોનું મંત્રીશ્રી અને મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ.     જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખે આ અંગે  જણાવ્યુ હતુ કે ૧૫માં નાણાપંચ અંતર્ગત ૩૦ મંદિરોનાં પટાંગણમાં રૂા. ૯૦ લાખનાં ખર્ચે શૈાચાલય બનાવાશે. ઊપરાંત લોએજના સરપંચશ્રી રવી નંદાણીયા અને નગીચાણાના સરપંચશ્રી મશરીભાઇ પીઠીયાને રૂા. ૯ લાખનાં ખર્ચે મીની ટ્રેક્ટર સ્વચ્છતા મીશન અંતર્ગત આપવામાં આવ્યા હતા. ઊપરાંત લોકોને આરોગ્યની સુવીધા આપવા ૧૫૦૦૦ આયુષ્યમાન પી.વી.સી. કાર્ડ તૈયાર કરી વિતરણ કરવા સાથે ૫૬૭ લાભાર્થિને ૧૦૦ ચોરસવારના પ્લોટ પણ ફાળવવામાં આવ્યા છે. 

           આ પ્રસંગે જિલ્લા પંચાયત દ્વારા જનકલ્યાણની વિવિધ કામગીરીને બીરદાવી પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતુ કે જનપ્રતિનીધિઓ અને વહિવટીતંત્રના અધિકારીઓનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.

               સેંદરડા ખાતે આ પ્રસંગે રૂા. ૨૯ લાખનાં ખર્ચે સાબરી નદી પર નિર્માણ થનાર ચેકડેમનું પણ ખાતમૂહૂર્ત કરાયુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત વિવિધ સમિતીનાં ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, સેંદરડા ગામનાં ગ્રામજનો, વંથલી તાલુકા પંચાયતનાં હોદેદારશ્રીઓ, આગેવાનો અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થીતિમાં સેંદરડા ખાતે ખાસ ગ્રામસભા પણ યોજવામાં આવી હતી. 

Share This Article