જુનાગઢ : પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપી પાડ્યો

admin
1 Min Read

જુનાગઢ ના અલગ અલગ તાલુકામાં હજુ તો પોલીસે માંડ લાખો ના દારૂના જથ્થા નો નાશ કર્યો ત્યાં ફરી દારૂબંધી વચ્ચે બુટલેગરો બેફામ બન્યા છે, વિસાવદર પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી બે લાખ છત્રીસ હજાર નો ઇંગલિશ દારૂ ની 509 બોટલ દારૂ પકડી પાડ્યો હતો પરંતુ બુટલેગર નાસી છૂટ્યો હતા…મળતી માહિતી મુજબ વિસાવદર પોલીસ ના પી.એસ.આઈ આર.ડી. ડામોર તેમજ હેડ કોન્સ. ગીયડ તેમજ હેડ કોન્સ. હુણ તેમજ હેડ કોન્સ. અખેડ તેમજ પી.સી. ભાવેશભાઈ તેમજ વિસાવદર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન વિસાવદર પોલીસ બીલખા બગસરા રોડ ઉપર આજાણી પીપળીયા ના ગામ પાશે પહોંચતા ત્યા શંકાસ્પદ હાલતમા સ્વીફ્ટ કાર પોલીસને જોવા મળી હતી

ત્યારે આ કાર ચાલક પોલીસની ગાડી જોઈને ભાગવા લાગ્યો હતો ત્યારે વિસાવદર પોલીસે આ સ્વીફ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કાર ઝડપી પાડી હતી પરંતુ આ કાર ચાલક કાર મુકીને નાશી છૂટ્યો હતો. આ દરમિયાન વિસાવદર પોલીસ દ્વારા ગાડીનું ચેકીંગ કરતા ગાડી માંથી ઇંગલિશ દારૂ અને સ્વીફ્ટ ગાડી મળીને કુલ રૂપિયા ચાર લાખ ત્રણ હજાર નો મુદા માલ કબ્જે કરી વિસાવદર પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ પ્રોહી કલમ મુજબ ગુનો દાખલ કરીને નાસી જનાર કાર ચાલક ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article