જૂનાગઢ પોલીસે ચોર ગેંગને ઝડપી

admin
1 Min Read

રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી હોવાના અહવાલો સતત આપણે છાપાઓમાં વાંચતા હોઈએ છીએ. ઉલ્લેખનીય છે કે પોલીસની કામગીરી પર પણ ઘણી વખત સવાલો ઉભા થતા હોય છે પરંતુ પોલીસ સતત પોતાની ફરજ અદા કરતી હોય છે અને લોકોના રક્ષણ માટે 24 કલાક કાર્યરત હોય છે. ત્યારે જુનાગઢ પોલીસે ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જુનાગઢ પોલીસે એક ચોર ગેંગને ઝડપી પાડી 12 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેંગે છેલ્લા ઘણા સમયથી માર્કેટ યાર્ડ અને GIDCમાં અનેક જગ્યાએ તસ્કરી કરી હોવાનું પણ કબુલ્યું હતું. તેમજ જુનાગઢ સહીત રાજકોટ અને ધોરાજીમાં પણ અનેક જગ્યાએ તરખાટ મચાવ્યો હતો. પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article