માણાવદરના કોડવાવ ગામમા પાણી ઘુસ્યા,ખારા ડેમમા ભારે વરસાદના પગલે પાણીની આવક

admin
1 Min Read

જૂનાગઢ જિલ્લા ભરમા  સતત ને સતત ત્રણ દિવસથી વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માણાવદર તાલુકાના બાટવાનો ખારો ડેમમા ભરપૂર પાણીની આવક થવા પામી હતી

 

જેમને પગલે ખારી ડેમના નવ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવાની ફરજ પડી હતી તો  ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારમાં આવેલ કોડવાવ ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા જેમના પગલે લોકોને ભારે મુસ્કલિઓનો સામનો કરવો પડ્યો હતો વધુ પાણીની આવક થશે તો હજુ પણ વધુ દરવાજા ખોલવાની ફરજ પડશે તેવુ સુત્રો પાસેથી જાણમા મલ્યુ હતુ, નિચાણ વાળા વિસ્તારોમા રહેતા લોકોને એલર્ટ કરવામા આવ્યા હતા તો કોડવાવ ગામમા ની ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા તો માણાવદર પંથકમા વરસાદ મન મુકીને વર્ષી રહ્યો છે અને કહેર મચાવી છે જેમના લીધે કોડવાવ ગામ લોકો ભારે મુસ્કેલીમાં મુકાયા છે

Share This Article