જુનાગઢ : દીપડાના હુમલાના બનાવો વધવાનો મામલો

admin
1 Min Read

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ, અવાર નવાર ખેડૂતો પર સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવી રહેલા ઘાતક હુમલાને લઈને હવે સરકાર સામે લાલ આખ કરી છે. છેલ્લા બે દિવસમાં અમરેલી જિલ્લામાં એક 5 વર્ષનું બાળક અને બે યુવાનોને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે ગામલોકો અને ખેડૂતોનો વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના સમર્થનમાં વિસાવદરના કોગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ સામે આવ્યા છે. હર્ષદ રિબડીયાએ વન વિભાગના અધિકારો સાથે વાત કરીને સરકારના તમામ મંત્રીને ચેલેન્જ આપી છે. હર્ષદ રિબડીયાએ ગુજરાત સરકારના તમામ મંત્રીને ગીર જંગલ વિસ્તારના ખેતરોમાં કે જ્યાં સતત રાત અને દિવસ સિંહ અને દીપડાનો ભય રહેલો છે, તેવા વિસ્તારોમાં એક રાત રહી ખેતરમાં પાણી વાળે તે મંત્રીને રોકડ 4 લાખ આપવાની ચેલેન્જ કરી છે.

Share This Article