ભરુચ-ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં પરશુરામ જયંતીની કરાઇ ઉજવણી

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા માં પરશુરામ જયતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં શુભ ગણાતા આ દિવસેલગ્ન, જનોઇ, વાસ્તુ, નામકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજના આ દિવસે ભગવાન  પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે.

Karai celebration of Parashuram Jayanti in Umla of Bharuch-Zaghadiya taluka

સમગ્ર માનવજાત માટે સતત વિચારનાર અનેઆપખુદશાહીનો અંત લાવનાર તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરનાર પરશુરામની જયંતિઆજના દિવસે ઉજવવામાં આવે છે. પરશુરામ જયંતિ નિમિત્તે ઉમલ્લા નગર માં શોભાયાત્રાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ શોભા યાત્રા સોમેશ્વર મહાદેવ મંદિર પર પોહચી ભાવિક ભક્તો એ પ્રસાદી ના લાભ લીધો હતો મોટી સંખ્યામા ભાવિક ભક્તો એ લાભ લઇ ધન્યતા અનુભવી હતી

Share This Article