ભરુચ-ભરૂચ ખાતે CSR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
2 Min Read

ભરૂચમાં CSR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ. ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારાઆયોજીત આ કોન્ક્લેવમાં વાગરા તાલુકાનો બેઝ લાઈન સર્વે રીપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. આઉપરાંત વિકાસની દિશામાં સી.એસ. આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂકરાયા હતા. ભરુચ જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે અને અહીના ઉધ્યોગોનું દેશના વિકાસમાં ખૂબ મોટુંયોગદાન છે. ત્યારે ભરુચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેંટ એસો. દ્વારા ઉદ્યોગો સી.એસ,.આર એક્ટિવિત અંતર્ગત કેવાકામો કરી શકે તે હેતુથી સી.એસ.આર.કોંકલેવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ક્લેવનો મુખ્યહેતુ ‘કોર્પોરેટની સામાજીક જવાબદારીઓ દ્વારા અસરકારક પરીવર્તન’ છે. આ કોંકલેવના ઉદ્ઘાટનસમારંભમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, સુનિલ પારેખ, રાજેશ શાહ, નગરપાલિકા પ્રમુખ અમિતચાવડા, બીડીએમએ ના પ્રમુખ હરીશ જોશી, સી.એસ.આર. ચેરમેન નિર્માલસિંહ યાદવ, CSR કાર્યક્રમના ચેરમેન કે. શ્રીવત્સન ઉપસ્થિત રહ્યા હતા.

CSR Conclave was organized at Bharuch-Bharuch

જ્યારે અદાણી ફાઉન્ડેશનના શ્રીમતી ડૉ પ્રિતિ અદાણી,આઈ.એ.એસ. શ્રી એમ. થેનારસન, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ અનેવાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ વર્ચ્યુયલ મધ્યમથી ભરૂચના વિકાસ અને સામજિક ઉત્થાન પરઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા . આ કાર્યક્રમમાં કોર્પોરેટ અલાયન્સ થકી સમાજનું નિર્માણ વિષય પરશ્રીમતી અર્ચના જોશી, શ્રીમાન લાલ રામ બિહા, શ્રીમાન એન.કે. નવાડિયાએ સંબોધન કર્યું . બિઝનેસફિલોસોફી અને CSR વિષય પર નિવૃત્ત આઇ. એ.એસ એ.એમ.તિવારી, ડૉ.વાય.એસ.રેડ્ડી, શ્રીમાન વિવેકપ્રકાશ, શ્રીમાન કલોલ ચક્રવર્તી, શ્રીમાન અશોક પંજવાનીએ પોતાની વાત મૂકી. આ ઉપરાંત છેલ્લા અનેત્રીજા સેશનમાં ફોકસ ઓન લિવીએબલ ભરૂચ એટલે કે ભરૂચને રહેવાલાયક વધુ સુંદર કઈ રીતે બનાવવુંએ વિષય પર જિલ્લા કલેટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કમલેશ ઉદાણી અને કોર્પોરેટર એડવાઈઝર શ્રી સુનિલ પારેખે માહિતગાર કર્યા હતા.

Share This Article