ભરુચ-ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા દિનની ઉજવણી

Subham Bhatt
1 Min Read

ભરૂચના ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સભાગૃહમાં મહિલા દિન ની ઉજવાયો,ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના ૧૮ હજાર સત્સંગ કેન્દ્રો ઉપર બાળ બાલિકા,યુવા યુવતી અને મહિલાસંયુક્ત કાર્યક્રમ યોજાયો. ભરૂચના ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહિલા દિન ઉજવણીના ભાગરૂપે મહિલા યુવતીઓ અનેબાલિકોઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભલીધો હતો. સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીમહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થાના ૧૮ હજાર થી વધુ સત્સંગ કેન્દ્રો ઉપર બાળ બાલિકા,યુવા યુવતીઅને મહિલા સંયુક્ત વિગેરે વિશ્વ વ્યાપી આધ્યાત્મિક પરિવાર માનવ ઉતકર્ષ ની સાથે અનેક વિવિધ ચનાત્મક પ્રવુત્તિઓ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો

Women's Day celebration at Bharuch-Zadeshwar BAPS Swaminarayan Temple

જેમાં મહિલાઓ માં સર્વાંગી વિકાસ થયા અનેમહિલાઓ માં જાગૃતિ આવે તે હેતુસર બીએપીએસ સંસ્થા મહિલા દિન ની ઉજવણી કરે છે.આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજના શતાબધ્ધી વર્ષે પણ અનેક વિધ પ્રેરણા અને માર્ગદર્શન આ ઉત્સવમાં આપવામાંઆવ્યા છે અને મહિલા દિન ની વિશેષ્ટ સભામાં વિવિધ મહિલાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તથાભારતીય સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું.જેમાં સંસ્થાની વિવિધ યુવતીઓ,મહિલાઓ એ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો.

Share This Article