ધારપુર હોસ્પિટલના કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળુ મારવામાં આવે તેમ બાદમાં પોલીસે પાંચ ટિમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.પાટણ જિલ્લાના સમી તાલુકામાં તાજેતરમાં જ પોહીબિશનના ગુનામાં ઝડપાયેલા રાજસ્થાન આરોપી દયારામ બ્રિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આરોપીને કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.જ્યાં આરોપી શૌચાલયની જાળી તોડીને ફરાર થઈ ગયો હતો.આ બાબતે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષર મકવાણાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. પોતાની જવાબદારીમાં બેકાળજી બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને નાસી ગયેલા કોરોના પોઝિટિવ આરોપીને પકડવા અલગ-અલગ પાંચ ટીમો બનાવી પાટણ,બનાસકાંઠા,મહેસાણા અમદાવાદ તરફ રવાના કરી હોવાનું પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -