જાણો ઓરેન્જ પીલના વિશેષ ફાયદા

admin
1 Min Read

આજકાલના ભાગદોડભર્યા જીવનમાં લોકો ફીટ રહેવા માટે મોટા ભાગે ફ્રુટ્સ, સલાડ તેમજ ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ફળોનો રાજા કેરીને ગણવામાં આવે છે. પરંતુ ઘણા બધા ફળો પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં વિટામીન સી થી ભરપુર ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે તેમજ સ્કીન માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. મહત્વનું છે કે, વિટામીન સી થી ભરપુર એવી નારંગીનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. આ ઓરેન્જની છાલ પણ તેના ફળ જેવી જ મીઠી હોય છે. ઓરેન્જની છાલમાં વિવિધ ફાયટોકેમિકલ્સનો સમાવેશ થાય છે જે રોગોને અટકાવે છે, અને શરીરના અન્ય ભાગમાંથી કાર્સિનોજેન્સને દૂર કરે છે. મળતી માહિતી અનુસાર, નારંગીની છાલના દાણા તેના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમિક્રોબાયલ પ્રોપર્ટીઝના કારણે ડેન્ટલ કેરીઝ પેથોજેન્સ સામે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત નારંગીની છાલને ચહેરા પર ઘસવાથી ચહેરા પર ગ્લો બની રહે છે. જોકે, જે લોકો હૃદયની બિમારીથી પીડાતા હોય, તે લોકોએ નારંગીની છાલનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણકે, તેમાં સનિફ્રેઇન શામેલ હોય છે જે અનિયમિત હૃદયના ધબકારા અને છાતીમાં દુખાવાની સમસ્યા સાથે જોડાયેલું છે.

 

Share This Article