જુનાગઢ-ગિરનાર પર્વત પર પડી વીજળી

admin
1 Min Read

જૂનાગઢ શહેરમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વીજળી પડવાની ઘટના પણ બની છે. ગીરનાર પર્વતના શીખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી. મહત્વનું છે કે વિજળી પડવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી. જે વિષે મળતી માહિતી મુજબ હાલ ચોમાસાની સિઝન પૂર્ણ થઈ રહી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે હજુ થોડા દિવસો રાજયમાં છૂટો છવાયો વરસાદ પાડવાની સંભાવના છે.

ત્યારે જૂનાગઢ મહાનગરમાં આજે સાંજે 6 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘગર્જના સાથે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ સમયે જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો. એમાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડયાનો બનાવ બન્યો હોવાનું મોડેથી સામે આવ્યું છે. ગિરનાર પર્વતના શિખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતાં મંદિરનું શિખર અને એની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે વીજળી પડતાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article