માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદના પગલે માળીયા ના અકાળા ગામે રમેશભાઈ નાથાભાઈ વેગડા ના મકાન ઉપર વિજળી પડતા મકાનને તેમજ ઈલેક્ટ્રીક ઉપકરણો ને ભારે નુકસાન થયું હતું ત્યારે રમેશભાઈના પરિવારનો આબાદ બચાવ થયો છે,જ્યરે બીજા બનાવમાં બાબરા ગામે જગદીશભાઈ ગોહિલ ના ઘરના ફળિયામાં વિજળી પડતા ફળિયામાં કામકાજ કરતા અસ્મિતાબેન ગોહિલને પગના ભાગે ઈજા થતા 108 દ્વારા માળીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા હાટીના તાલુકામાં ત્રણ દિવસ થા બપોર બાદ ના સમયે ભારે વરસાદ પડે છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે લોકો વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વિજળી પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે જે ખેડૂતોની મુશ્કેલીમા વધારો થતો નજરે પડી રહ્યો છે

