પાટણમાં ધારાસભ્ય દ્વારા કરાયું લોકદરબારનું આયોજન , જુના સર્કિટ હાઉસ ખાતે યોજાયો આ કાર્યક્રમ

admin
1 Min Read

પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટ પટેલ સતત લોકોના સંપર્કમાં રહી વિસ્તારના લોકોને મદદરૂપ થઇ રહ્યા છે અને કોમનમેનની  જેમ જ લોકોના પ્રશ્નો સાંભળીને લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી વડીલો, વિધાર્થીઓ તેમજ જરુરીયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે 20 હજારથી પણ વધારે ધારાસભ્યના લેટરપેડ આપવામાં આવ્યા છે. ત્યારે પાટણ જુના સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વિવિધ એસોસીએશનના પ્રમુખો સામાજિક આગેવાનો તેમજ પાટણની વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓના આગેવાનો  હાજર રહ્યા હતા. જેમાં પાટણમાં રખડતા ઢોર, રોડ, રસ્તા, ભૂગર્ભ, પાકા દબાણો તેમજ હાઇવે ઉપરના દબાણો, તેમજ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પગલાં ભરવા રેલવે આવવાના સમયે થતા ટ્રાફિકની સમસ્યા સહિતની વિવિધ સમસ્યાઓ અંગે લોક દરબારમાં ચર્ચા થઇ હતી.  જેમાં ધારાસભ્ય દ્વારા જરૂરી પગલાં ભરવા આશ્વાશન આપવામાં આવ્યા હતા. આગામી સમય તમામ સમસ્યાનું નિવારણ લાવવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર, કોર્પોરેટર ભરત ભાટિયા, મુકેશ પટેલ, વસન્ત પટેલ પણ હાજર રહ્યા હતા.

Share This Article