મહેસાણા : ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના દર્દીઓ વધ્યા

admin
1 Min Read

મહેસાણામાં આરોગ્યની વાતકરીએ તો ધીમીધારે સતત વરસાદ ચોમાસા દરમિયાન પડતા રોગચાળાએ માથું ઊંચક્યું છે મહેસાણા જિલ્લામાં પ્રાઇવેટ દવાખાના અને સરકારી સિવિલ માં ડેન્ગ્યુ ના  315 દર્દીઓ 1 મહિના માં નોંધાયા છે. જેમાં સિવિલ માં 25 તેમજ પ્રાઇવેટ માં 290 દર્દીઓ એ સારવાર લીધી છે જેમાં કોઈ સિરિયસ પરિસ્થિતિ જણાઈ નથી પરંતુ રોગચાળા એ ચોક્કસ થી ભરડો લીધો છે. વાયરલ ફીવર અને ડેન્ગ્યુ જેવા રોગચાળા માં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ એવું જણાવી રહ્યા છે કે હાલ માં ચોમાસા બાદ રાત્રે ઠંડી અને દિવસે ગરમી નો જે બે ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે તેના કારણે દર્દીઓ બીમાર પડી રહ્યા છે. ડેન્ગ્યુ ની પરિસ્થિતિ માં લોકો સરકારી દવાખાના નો સહારો છોડી પ્રાઇવેટ દવાખાના માં સારવાર મેળવી રહ્યા છે

Share This Article