મેહસાણા : ગાંધી સંકલ્પ યાત્રા કરવામાં આવી

admin
1 Min Read

મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતી પુરા ભારતભરમાં ઉજવવામાં આવી રહી છે ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચી તે માટે સરકાર દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે ઊંઝા શહેરમાં ગાંધીજીના વિચારો દરેક નાગરિક સુધી પહોંચે તે માટે ગાંધી સંકલ્પ યાત્રા નિકાળવામાં આવી હતી આ યાત્રામાં ગાંધીજીના વિચારો સ્વચ્છતા ના વિચારો સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા વિચારો આ યાત્રામાં જોવા મળ્યા હતા આ યાત્રા માં ડો બાબાસાહેબ આંબેડકર , સરદાર પટેલ અને ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી આ યાત્રામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ મોટી સંખ્યામાં ગાંધીજી ના વિચાર ધરાવાતા નાગરિકો તેમજ કર્યક્તા હાજર રહ્યા હતા આ યાત્રા દરમિયાન યાત્રામાં જોડાયેલ ધારાસભ્ય  આશાબેન , સાંસદ શારદાબેન, રાજ્યસભા સાંસદ જૂગલજી, ચેરમેન દિનેશભાઈ , વાઇસ ચેરમેન શિવમ ભાઈ રાવલ તેમજ અન્ય લોકો એ  ખાદી ભંડાર માંથી ખાદી ની ચીજ વસ્તુઓ ની ખરીદી ગાંધીજી ના વિચારો સાથે જોડાયા હતા

Share This Article