કડીની બજારમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાના વાયરોના જોડાણ વાળા જંકશન બોક્સ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા રહેતા વીજ વાયરના લીધે બજાર જતા લોકોને વીજ કરંટનો ભય સતાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટ્રીટ લાઈટના થાંભલાના માઇન્ટન્સ પછી કર્મચારીઓ કે કોન્ટ્રાકટર દ્વારા વિજવાયરોના જોડાણ વાળા જંકશન બોક્સ તૂટેલી હાલતમાં કે બળી ગયેલુ હોવાનું જાણતા હોવા છતાં તેની જગ્યાએ નવું જંકશન બોક્સ ના નાખીને લોકોને હાનિ પહોંચે તેવું કામ કરી રહ્યા છે. કડી બજારમાં મુખ્યત્વે ભાગ્યોદય રોડ,શેફાલી સર્કલ થી ગાંધીચોક સુધી,જકાતનાકા થી એસ.વી.સ્કૂલ સુધી તથા અંડરબ્રીજ માં પણ સ્ટ્રીટ લાઈટના જીવતા વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળે છે.વિદ્યાર્થીઓની અવરજવર હોય તેવા રસ્તાઓ ઉપર પણ વીજ વાયરોના જંકશન બોક્સ ખુલ્લી હાલતમાં હોવાનું જાણવા મળતા વાલીઓ દ્વારા પણ બાળકોની ચિંતા કરતા હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
Latest News
- Advertisement -