રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો

admin
1 Min Read

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરાયા બાદ મંગળવારે ચકાસવા માટે તમામ ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દલપતભાઈ ટાંકની ઉપસ્થિતિમાં ચકાસણી બાદ 19માંથી 13 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા. જ્યારે 6 રદ થવા પામ્યા હતા. દરમ્યાન રાજ્યસભાની ગત ચુંટણીમાં પક્ષના વ્હીપ મુજબ મતદાન ન કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કરી હતી. જેઓ સામે હાઇકોર્ટમાં કેસ કરાયો છે જે પેન્ડીંગ હોઇ અલ્પેશનું ઉમેદવારી ફોર્મ રદ કરવા કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇએ રજૂઆત પ્રાંત અધિકારી -વ – ચુંટણી અધિકારી સમક્ષ કરી છે. પેટા ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસના એક-એક ડમી, બે ઉમેદવારોએ બે-બે ફોર્મ ભરાયા હતા. તેમાંથી એક-એક રદ થવા પામ્યા હતા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના ઉમેદવારનું એક અને એક અપક્ષનું મળીને કુલ 19માંથી 6 રદ થતા હવે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં 10 અપક્ષ અને 3 માન્ય પક્ષના ઉમેદવારો મેદાને જંગમાં રહ્યા છે. જો કે અત્યારથી જ અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટેની કવાયત ચાલુ થઇ જઈ છે.

Share This Article